રાજ્યમાં કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન, આ વિસ્તારમાં વરસાદે ભુક્કા બોલાવ્યા

Weather

રાજ્યમાં લાંબા બ્રેક બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. હાલ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં હાલ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે બનસાકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે. ડીસા, પાલનપુર, દાંતીવાડા સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ફરી એકવાર રાજ્યમાં સારો વરસાદ વરસતા ખેડૂતોની ખુશીમાં વધારો થયો છે. પાલનપુર અને દાંતીવાડામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે જેના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. વડોદરામાં વરસાદને પગલે ઠેકઠેકાણે પાણી ભરાયા છે જેના કારણે તંત્રની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી. અમદાવાદમાં પણ વરસાદના નવા રાઉન્ડમાં મેઘમહેર થઇ છે. ગઠામણ પાટીયા, સાંઇબાબા મંદિર રોડ પર પણ પાણી ભરાયા. જેને લઇને વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘમંડાણ થયા છે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ વરસ્યો છે તો કેટલીક જગ્યાએ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત છે. અમરેલીના ઝાફરાબાદમાં સારો વરસાદ વરસ્યો છે. ટીંબી, પાટી અને માણસા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો.

देशभर में तेज बारिश और बिजली से 40 की मौत - Maharashtra Today

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગાંધીનગરમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી વરાપ નીકળી રહી હતી ત્યારે આજે મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. ભારે વરસાદને પગલે લોકોને કાળઝાળ ગરમીથી છુટાકરો મળ્યો છે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. બોટાદના ગઢડામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. ગઢડાના ઢસા, ગુંદાળા, રણીયાળા વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું. તો બીજી તરફ મેઘરાજાના આગમનથી જગતના તાતમાં ખુશીની લાગણી છવાઈ છે.

રાજ્યમાં એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 6 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તો આ સાથે 10 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગત 24 કલાકમાં 88 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના વડિયામાં સાવ 2 ઇંચ, ધનસુરા અને બગસરામાં 2 ઇંચ વરસ્યો છે. તો આ સાથે જ નેત્રંગ, દહેગામ અને ઉચ્છલમાં પોણા 2 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ત્યારે હજુપણ આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.